અટલ બિહારી વાજપાયી

1)  અટલ બિહારી વાજપાયી એ દત્તક લીધેલી દીકરીનું નામ શું હતું ?

  • નમિતા કૌલ ભટ્ટાચાર્ય (અને નમિતા કૌલ ભટ્ટાચાર્યની દીકરી નિહારિકા )

2) અટલ બિહારી વાજપાયીના અંતિમસંસ્કાર ક્યાં કરવામાં આવ્યા હતા ?

  • યમુના નદી કિનારે સ્મૃતિ સ્થળે

3) અટલ બિહારીનો જન્મ ક્યાં થયો હતો ?

  • ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)

4) અટલ બિહારીનો જન્મ ક્યારે થયો હતો ?

  • ૨૫ ડિસેમ્બર ૧૯૨૫

5) અટલ બિહારી વાજપાયી  ભારતના કેટલામાં વડાપ્રધાન હતા ?

  • ૧૦માં

6) અટલ બિહારી વાજપાયી એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સ્થાપક સભયમાંથી એક હતા. જે અગાઉ તે પાર્ટી ને ક્યાં નામથી ઓળખવામાં આવતી હતી ?

  • જન સંઘ

7) ક્યાં વર્ષમાં વજપાયીજીએ યુનાઇટેડ નેશન જનરલ એસમ્બ્લી માં હિન્દીમાં ભાષણ આપવા માટે પ્રથમ વ્યક્તિ બન્યા ?

  • ૧૯૭૭

8) ૨૦૦૧ માં, વજપાયી સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષની ગુણવતા સુધારવા માટે ક્યાં અભિગમની શરૂઆત કરી હતી ?

  • સર્વ શિક્ષા અભિયાન

9) કોણે પોતાના રાજ્યસભા ના ભાષણ દરમિયાન ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ તરીકે વજપાયીજી ને ઓળખાવ્યા હતા ?

  • મનમોહન સિંહ

10) ક્યાં વર્ષે અટલ બિહારી વાજપાયી ને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા ?

  • 1992

 11) અટલજી મોરારજી દેસાઈના કેબિનેટમાં ક્યુ મંત્રી પદ ધરાવતા હતા ?

-વિદેશ મંત્રી

12) અટલ બિહારીએ કયા મુખપત્રો નું સંપાદન કર્યું હતું ?

– પંચજન્યા , સ્વદેશ અને વીર અર્જુન

13) અટલજીની વકતાકીય કુશળતાથી પ્રભાવિત થઈને કોને આગાહી કરી હતી કે અટલજીએ એક દિવસ ભારતના વડાપ્રધાન બનશે?

-જવાહરલાલ નેહરુ

14) અટલ બિહારીના નેતૃત્વ હેઠળ , મે 1998 માં પાંચ અંડરગ્રાઉંડ પરમાણુ પરીક્ષણો કરીને ભારત પરમાણુ શક્તિ બન્યું હતું, આ પરીક્ષણો ક્યાં થયા હતા ?

– પોખરણ, રાજસ્થાન

 

 

ગુજરાત સફર

દાંડી
6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ.

બારડોલી
સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્યાાગ્રહની સ્મૃથતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્યો છે.

વેડછી
બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃત્તિ આરંભી અને વિકસાવી.

સુરત :
તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું મહત્વનું બંદર હતું અને દેશપરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા એમ કહેવાય છે. આજે ઔદ્યોગિક શહેર તરીકે એની પ્રતિષ્ઠા વધતી જાય છે. સને 1994 ના ઓકટોબરમાં પ્લેગની બિમારી ફાટી નીકળી ત્યાં સુધી સુરત ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાતું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્યું અને 1996 ના સર્વેક્ષણ પ્રમાણે ‘ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેર‘ તરીકેની નામના પ્રાપ્ત કરી. અને સુરત ખૂબસુરત બન્યું.

પુરાણા સુરતની એક તરફ તાપી વહેતી હતી અને બાકીની ત્રણ બાજુએ માટીનો બનેલો કોટ હતો. શિવાજીના આક્રમણ બાદ આ કોટ ઈંટોથી બનાવવામાં આવ્યો્ હતો.

‘નર્મદ સાહિત્યા સભા‘ની પ્રવૃત્તિઓથી કવિ નર્મદની સ્મૃતિઓ જળવાઈ રહી છે. બાપાલાલ ગ. વૈદ્ય જેવા આયુર્વેદાચાર્યની પ્રવૃત્તિએ ‘આત્માનંદ ફાર્મસી‘ આપી છે. મોગલ સમયમાં મક્કા હજ કરવા જતા યાત્રીઓની સવલતો માટે ‘મુગલસરાઈ‘ નામની જગ્યા હતી. તેથી સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અથવા ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાતું.

એન્ડુઝ લાઇબ્રેરીમાં 150 – 300 વર્ષ જૂનાં અમૂલ્ય પુસ્તકો છે. બેનમૂન કલાકૃતિને ઐતિહાસિક સામગ્રી ધરાવતું વિન્ચેેસ્ટર મ્યુઝિયમ અત્યારે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતું છે.

સુરત ટેકસટાઇલ માર્કેટ એશિયાભરમાં વિખ્યાત છે. તેમાં સૌથી વધુ આકર્ષક છે 50 મીટર ઊંચાઈવાળું ફરતું રેસ્ટો્રાં. નવેમ્બર- ડિસેમ્બરમાં હજારો શોખીનો નદીના કાંઠે આવેલ પોંકનગરમાં પોંકની લિજ્જત માણે છે.

અહીંનું ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર ઘણું જૂનું છે. આ ઉપરાંત ગોપીપુરાનું આગમ મંદિર પણ જોવાલાયક છે. વૈશ્ણવાચાર્ય શ્રી વલ્લુભાચાર્યની ષષ્ઠપપીઠ નોંધપાત્ર છે. અશ્વિનીકુમારના ઘાટનો અક્ષયવડ કર્ણને લગતી પૌરાણિક કથા સાથે સંકળાયેલો ગણાય છે. હીરા, મોતી, ઝવેરાત અને જરીના ઉદ્યોગ ઉપરાંત આર્ટ સિલ્કા પાવરલૂમ્સગ અને મિલોનો ઘણો વિકાસ થયો છે. ઉતરાણનું પાવરહાઉસ, સુમૂલ ડેરી, હજીરાનું ખાતરનું જંગી કારખાનું અને મગદલ્લા બંદરના વિકાસે સુરતને સમૃદ્ધ બનાવ્યું છે.‘સુરતનું જમણ‘, ‘ઘારી તો સુરતની‘, ‘ઉંધિયું‘ અને ‘ભૂસું‘ એ સુરતની પ્રજાની રસિકતા વ્યવકત કરે છે.

અતુલ :
વલસાડ પાસે ‘અતુલ‘ નું પ્રખ્યાંત રંગ-રસાયણ અને દવાઓનું વિશાળ કારખાનું છે. આ કારખાનું ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈના કુટુંબનું છે.

ડુમસ :
સુરતથી આશરે 15 કિમી દૂર દરિયાકિનારે ડુમસ આવેલું છે. આ એક વિહારધામ છે. નજીકમાં ભીમપોર અને સુલતાનાબાદ નામનાં વિહારધામો છે. તાપી નદી અને દરિયાનો સંગમ ડુમસ નજીક થાય છે.

હજીરા :
સુરતથી આશરે 25 કિમી દૂર હજીરા એના જહાજવાડા અને ખાતરસંકુલ યોજના માટે પ્રખ્યાત છે. કૃભકો, એસ્સાર, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ કંપનીઓનાં વિશાળ ઉત્પાદન કેન્દ્રો છે. ઢૂવા ગામે એક અંગ્રેજ ડૂબી ગયા પછી તેનો હજીરો બનાવ્યો્ હતો તેથી તેનું નામ હજીરા પડયું છે.

કાકરાપાર :
અહીં તાપી નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે. હાલમાં અહીં એક અણુશક્તિ ઉત્પાદન મથક શરૂ થયું છે.

સોનગઢ :
ગાયકવાડની ગાદીની સ્થાપના પહેલાં અહીં અને પછી વડોદરા થઈ.

ઉકાઈ :
સુરતથી 100 કિમી દૂર તાપી નદી પર આવેલ ઉકાઈ યોજના મોટી બહુહેતુક યોજના છે. ત્યાંા એક કૃત્રિમ વિશાળ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે.

ઉભરાટ :
લીલી વનરાજિ અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલું ઉભરાટ દક્ષિ‍ણ ગુજરાતનું સુંદર વિહારધામ છે. સરુ અને તાડનાં ઊંચાં ઝાડ આ સ્થળની વિશેષતા છે.

વલસાડ :
વલસાડ જિલ્લાનું મુખ્ય મથક છે. નજીકમાં ઔરંગા નદી વહે છે. જેમાં વહાણ મારફતે વાંસ, લાકડાં અને શ્રીફળ આવે છે. રેલવેનું મોટું વર્કશોપ તથા રેલવે સુરક્ષાદળનું તાલીમકેન્દ્ર છે.

તીથલ :
લગભગ વલસાડનું પરું બની ગયેલું તીથલ દરિયાકિનારે આવેલું હવા ખાવાનું સ્થળ છે. કિનારે સાંઈબાબાનું મંદિર જોવાલાયક છે.

સંજાણ :
ઈરાન છોડીને ભારત આવેલાં પારસી કોમનાં કેટલાંક કુટુંબોને સૌપ્રથમ સંજાણના રાજાએ રક્ષણ આપ્યું હતું. સંજાણની આસપાસ ચીકુ, આંબાના પુષ્કળ વૃક્ષ છે.

ઉદવાડા :
પારસીઓનું પવિત્ર તીર્થધામ છે. ઈરાનમાંથી લાવેલ અગ્નિજ્યોત (આતશ બહેરામ) નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવી છે.

વાપી :
છેલ્લા થોડાંક વર્ષોમાં વાપીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. પરંતુ કારખાનાંઓ ઘણું કરીને રસાયણના હોઈ આ વિસ્તાકરમાં પ્રદૂષણનો મોટો ભય ઊભો થયો છે.

દમણ :
ભૂતપૂર્વ પોર્ટુગીઝ સંસ્થાન આજે કેન્દ્રસરકાર સંચાલિત પ્રદેશ છે. દમણના કિનારાની રેતી ભૂખરી અને ઝાંખા રંગની છે. દમણની મધ્યમાંથી દમણગંગા નદી વહે છે અને નગરને બે ભાગમાં વહેંચે છે. દક્ષિ‍ણ ભાગમાં ‘સે કેથેડ્રલ‘ નામનું મોટું દેવળ છે. નાની દમણમાં ‘ફોર્ટ ઓફ સેન્ટે જેરોમી‘ કિલ્લો છે.

દાદરા-નગર હવેલી :
500 ચો કિમીથી પણ ઓછો વિસ્તાંર ધરાવતો આ કેન્દ્ર શાસિત પ્રદેશ એક બાબતમાં વિરલ છે. 1954 માં આ પ્રદેશને પોર્ટુ‍ગીઝોના શાસનથી મુક્ત કરાયો ત્યા્રથી 1961 સુધી આ પ્રદેશ પર લોકોનું રાજ રહ્યું હતું.

ઉનાઈ :
ગરમ પાણીના કુંડ માટે જાણીતું ઉનાઈ એક આરોગ્ય ધામ છે.

બિલીમોરા :
અહીંનું સોમનાથ મહાદેવનું મંદિર અતિ પ્રસિદ્ધ છે. રાચરચીલાંનાં કારખાનાં વિકસ્યાં છે.

નવસારી :
નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું ગાયકવાડી નગર છે. કાપડની મિલો, વાસણનાં કારખાનાં તથા હીરાનો ઉદ્યોગ વિકાસ પામ્યાં છે. નવસૈયદ પીરની મઝાર હિન્દું – મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે.

નારગોળ :
પ્રખ્યાત વિહારધામ છે. દરિયાકિનારાનું આ સૌંદર્યધામ દક્ષિ‍ણ ગુજરાતનું પંચગીની – મહાબળેશ્વર ગણાય છે.

સાપુતારા :
સહ્યાદ્રી પર્વતમાળાના પશ્ચિમ છેડે દરિયાની સપાટીથી આશરે 2900 ફૂટની ઊંચાઈએ આવેલ સાપુતારા આયોજનપૂર્વક વિકાસ પામેલું ગિરિમથક છે. અહીં બે તરફ પાણીથી વીંટળાયેલો દ્વીપકલ્પ બાગ છે. ‘રોઝ ગાર્ડન‘ અને ત્રિફળા બાગ પણ જોવા જેવો છે. મધમાખી ઉછેર કેન્દ્રો નો વ્યાપારિક ધોરણે વિકાસ થઈ રહ્યો છે.

આહવા :
ડાંગનું મુખ્ય શહેર છે. દરિયાની સપાટીથી આશરે 1800 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોક-ઉત્સવ છે. હોળી (શિમગા)ના સાતેક દિવસ અગાઉ જૂના ડાંગીરાજા અગ્નિ પેટાવે છે જેને સતત 168 કલાક સુધી જલતો રાખવામાં આવે છે.

ભરૂચ :
ભૃગુઋષિએ આ નગર વસાવ્યું હોવાથી એનું નામ ભૃગુકચ્છ અથવા ભૃગુતીર્થ પડયું હતું. પાછળથી અપભ્રંશ થઈને ભરૂચ થઈ ગયું. નર્મદાના પૂરને કારણે વારંવાર જર્જરિત થઈ ગયેલું ભરૂચ, નર્મદાબંધને કારણે સુરક્ષિ‍ત થતું જાય છે. ફર્ટિલાઇઝર, સિમેન્ટ વગેરેનાં મોટાં કારખાનાંથી ભરૂચ સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે. મૂળ‘ગોલ્ડન બ્રિજ‘ અંગ્રેજોએ ઈ. સ. 1881 માં બંધાવેલો.

શુકલતીર્થ :
ભરૂચથી 16 કિમી દૂર આવેલું શુકલતીર્થ યાત્રાધામ છે. અહીં દર કાર્તિકી પૂનમે નર્મદા નદીના કાંઠે મેળો ભરાય છે. આ સ્થળ વિહારધામ તરીકે વિકસી રહ્યું છે.

કબીરવડ :
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયું જેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.

રાજપીપળા :
રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું સ્થાન બની ગયું છે.

અંકલેશ્વર :
ભરૂચથી 12 કિમી દક્ષિ‍ણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.

ભાડભૂત :
ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.

કરજણ :
રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.

બોચાસણ :
અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડું મથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.

ડાકોર :
નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.

ગળતેશ્વર :
ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે.

કપડવંજ :
કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે. અહીંની કુંકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાં અકબંધ ઊભાં છે.

ઉત્કંઠેશ્વર :
કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.

શામળાજી :
સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છે.

ઈડર :
હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ પ્રચલિત થઈ.

ખેડબ્રહ્મા :
હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલું છે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.

મહેસાણા :
મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.

પાટણ :
સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાની હતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.

સિદ્ધપુર :
માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને કિનારે આવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણે છે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવું થોડુંક બચ્યું છે. સિ‍દ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.

તારંગા :
મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.

મોઢેરા :
ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં અને બીજું મોઢેરામાં. પુષ્પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.

વડનગર :
મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગ ગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.

બાલારામ :
બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે.

અંબાજી :
ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.

ભુજ :
કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.

અંજાર :
ભુજથી પૂર્વ-દક્ષિ‍ણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવ તથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથી જૂન સુધીમાં જોઈ શકાય છે.

ધીણોધરનો ડુંગર :
ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાન મઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે.

વેમુ :
કચ્છ ના મોટા રણની દક્ષિ‍ણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છે.

નારાયણ સરોવર :
ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.

મુંદ્રા :
મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના લીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે.

માંડવી :
ભુજથી દક્ષિ‍ણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.

ધોળાવીરા :
ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.

કંડલા :
કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.

વઢવાણ :
વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરી પ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.

ચોટીલા :
ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.

તરણેતર :
તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.

ગાંધીનગર :
સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.
ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે. છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે.

અડાલજ :
ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.

લોથલ :
અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.

ધોળકા :
લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિ‍ણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.

નળ સરોવર :
અમદાવાદથી દક્ષિ‍ણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવર આશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવે છે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે, કારણ કે શિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે.

અમદાવાદ :
સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાં. ત્યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકી શહેરનું નિર્માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છે જે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્યાત છે. સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલું જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલો છે તથા વ્યા્સ 650 મીટર છે. વચમાં આવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.

1850માં દિલ્લી દરવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્યું. બીજાં ધર્મસ્થાનોમાં પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્મય મિશન, હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કોન મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.

નૃત્યક્ષેત્રે શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થા અને કુમુદિની લાખિયાની કદંબ સંસ્થાકામ કરી રહી છે. સ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ આર્કિટેકચર, કલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના દેશ-વિદેશમાં છે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું નાસ્તા ગૃહ છે. જેમાં ગામડાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે.

સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ આવેલું છે.

મોરબી :
મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છે. શિલ્પયુક્ત મણિમંદિર કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા છે. નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે.

વાંકાનેર :
રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છે. મહારાજાના વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્ટેજ કારો)નો મોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

રાજકોટ :
રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે.

ગોંડલ :
રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલ ગોંડલી નદીના કિનારે વસેલું છે.

વીરપુર :
રાજકોટથી દક્ષિ‍ણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યું છે.

જામનગર :
સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલું. શહેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે. સૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતું. આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને સૌર – ચિકિત્સા માટેનું સોલેરિયમ પ્રખ્યાત છે. અહીંનું સ્મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છે. જેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલું રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છે. નજીકના બાલાછડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે.

દ્વારકા :
દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠાનું કારખાનું છે.

પોરબંદર :
સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘ જાતિના લોકો વસ્યા છે, જેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. અહીંના જોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર, સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય.

અહમદપુર – માંડવી :
દરિયાકિનારે આવેલું નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થટળ છે.

જૂનાગઢ :
ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાય છે. હડપ્પાઓની સંસ્‍કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્યા છે. ગિરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.

ગિરનાર :
ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છે. ગિરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે. છેક ટોચે અંબાજીનું મંદિર છે.

સાસણગીર :
ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દક્ષિ‍ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત છે. વનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ.

તુલસીશ્યાસમ :
ગિર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કુંડ છે. તેનું પાણી 70 થી 80 C જેટલું ગરમ રહે છે.

ચોરવાડ :
ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્થળ ચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે. આ સ્થળ નારિયેળ, નાગરવેલનાં પાન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહેલ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે.

સોમનાથ :
સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી. મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું હતું તે ભાલકાતીર્થ છે.

લાઠી :
અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.

ભાવનગર :
ભાવનગરની સ્થાપના મહારાજ ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિ‍ણામૂર્તિ સંસ્થાની શરૂઆત અહીં થઈ. ગાંધી સ્મૃતિ, બાર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગા શાળા, લોકમિલાપ, સોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે.

ગઢડા :
ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવેલું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધામ છે.

પાલિતાણા :
પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્વતને પુંડરિક ગિરિ પણ કહે છે. અગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણ મંદિર આવેલું છે.

વેળાવદર :
અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક આવેલો છે.

ભારતના વિશ્વધરોહરો

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો

વિશ્વ ધરોહર સ્થળોની યાદી

આ સ્થળોને યુનેસ્કો(UNESCO)એ ભારત ખાતેનાં વિશ્વધરોહર(World Heritage) સ્થળો જાહેર કરેલ છે.[૧]:

નામ: વિશ્વ ધરોહર સમિતિ દ્વારા નિશ્ચિત

વિસ્તાર: ભારતમાં સ્થળ, રાજ્ય.

સમય: બાંધકામ કે અસ્તિત્વમાં આવ્યાનો સમય

યુનેસ્કો વિગત: વિશ્વ ધરોહર સંદર્ભ ક્રમાંક; વિશ્વ ધરોહરની યાદીમાં સમાવ્યા વર્ષ; સમાવેશનો માનદંડ: માનદંડ (i) થી (vi) એટલે ‘સાંસ્કૃતિક’, જ્યારે (vii) થી (x) એટલે ‘પ્રાકૃતિક’.

Sr
No.
નામ ચિત્ર વિસ્તાર સમય  
૦૧ કાઝીરંગા નેશનલ પાર્ક આસામ ૨૦મી સદી  
૦૨ માનસ નેશનલ પાર્ક ડાંગેર, આસામ ૨૦મી સદી  
૦૩ મહાબોધી મંદિર બિહાર ઈ.પૂ. ૩જી સદી, ૫મી અને ૬ઠી સદી ઈસ. અને ૧૯મી સદી.  
૦૪ હુમાયુનો મકબરો દિલ્હી ૧૫૭૦  
૦૫ કુતુબ મિનાર દિલ્હી ૧૨મી સદીના અંતભાગે  
૦૬ લાલ કિલ્લો દિલ્હી ૧૬૪૮  
૦૭ બેસિલિકા ઑફ બોમ જીસસઅને ગોઆનાં અન્ય ચર્ચ ગોઆ ૧૬મી અને ૧૮મી સદી  
૦૮ ચાંપાનેર, પાવાગઢ ગુજરાત પ્રાગઐતિહાસિક અને ૮મીથી ૧૪મી સદી  
૦૯ હમ્પી બેલ્લારી જિલ્લો, કર્ણાટક ૧૪મી અને ૧૬મી સદી  
૧૦ પત્તાદકલ બિજાપુર, કર્ણાટક ૮મી સદી  
૧૧ સાંચીનો સ્તુપ મધ્ય પ્રદેશ ઈ.પૂ. બીજી અને પહેલી સદીથી ઈસ.૧૨મી સદી  
૧૨ ભીમ બેટકાની ગુફાઓ ભોપાલ, મધ્ય પ્રદેશ ઈ.પૂ. બીજી અને પહેલી સદી  
૧૩ ખજુરાહો છત્તરપુર, મધ્ય પ્રદેશ ૯૫૦ થી ૧૦૫૦ ઈસ.  
૧૪ અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર ઈ.પૂ. બીજી સદીથી છઠી સદી.  
૧૫ ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર ૬૦૦ થી ૧૦૦૦ ઈસ.  
૧૬ એલિફન્ટાની ગુફાઓ કોલાબા મુંબઇ, મહારાષ્ટ્ર ૫મી અને ૮મી સદી  
૧૭ છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઇ, મહારાષ્ટ્ર ૧૮૮૭–૧૮૮૮  
૧૮ કોણાર્ક સૂર્ય મંદિર પુરી જિલ્લો, ઓરિસ્સા ૧૩મી સદી  
૧૯ કેવલાદેવ નેશનલ પાર્ક ભરતપુર, રાજસ્થાન ૧૯૮૧  
૨૦ જંતર મંતર જયપુર, રાજસ્થાન ૧૭૨૭ અને ૧૭૩૪  
૨૧ ચોલામંડલમ બ્રિહદીસ્વરાર મંદિર, તમિલ નાડુ ૧૧મી અને ૧૨મી સદી  
ઐરાવતેશ્વરાર મંદિર, તમિલ નાડુ  
બૃહદેશ્વર મંદિર, તમિલ નાડુ
૨૨ મહાબલીપુરમ ચિંગલેપૂર, તામિલનાડુ ૭મી અને ૮મી સદી  
૨૩ આગ્રાનો કિલ્લો આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૬મી સદી  
૨૪ ફતેહપૂર સિક્રી   આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૬મી સદી  
૨૫ તાજ મહેલ આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૭મી સદી  
૨૬ ભારતની પર્વતીય રેલ્વે દાર્જીલીંગ હિમાલયન રેલ્વે (૧૯૯૯), દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ ૧૯મી સદીના અંતભાગ અને ૨૦મી સદીની શરૂઆતમાં.  
નિલગીરી માઉન્ટેઇન રેલ્વે (૨૦૦૫), ઊટી, તામિલનાડુ  
કાલ્કા-શિમલા રેલ્વે, શિમલા, હિમાચલ પ્રદેશ(૨૦૦૮)
૨૭ નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ ૧૯૩૯ અને ૧૯૮૨
૨૮ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન   બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ (ભારત) ૧૯૩૯ અને ૧૯૮૨
૨૯ પશ્ચિમ ઘાટ અગસ્ત્યામલાઈ પર્વતમાળા
પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન  
અનામલાઈ ટેકરીઓ
નીલગિરિની પર્વતમાળા
તળકાવેરી વન્યજીવન અભયારણ્ય (પાંચ વસ્તુઓ)
કુદ્રેમુખ પર્વતમાળા (પાંચ વસ્તુઓ)
સહ્યાદ્રિ પર્વતમાળા
૩૦ રાજસ્થાનના પહાડી કિલ્લાઓ ચિત્તોડગઢ  
કુંભલગઢ  
રણથંભોરનો કિલ્લો
આમેરનો કિલ્લો
જેસલમેરનો કિલ્લો
ગાગરોનનો કિલ્લો
૩૧ રાણકી વાવ પાટણ, ગુજરાત ૧૧મી સદી[૬૮]  
૩૨ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશ  

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોનું નકશામાં સ્થાન

ભારતનો નકશો

રાજસ્થાનના પહાડી કિલ્લાઓ

તાજ મહેલ

ફતેહપૂર સિક્રી

આગ્રાનો કિલ્લો

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન

માનસ રાષ્ટ્રીય ઉદ્યાન

સાંચીનો સ્તુપ

ભીમ બેટકાની ગુફાઓ

ખજુરાહો

મહાબોધિ મંદિર-બોધ ગયા

હુમાયુનો મકબરો

કુતુબ મિનાર

લાલ કિલ્લો

ચાંપાનેર-પાવાગઢ

બેસિલિકા ઑફ બોમ જીસસ અને અન્ય ચર્ચો, ગોઆ

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

અજંતાની ગુફાઓ

ઇલોરાની ગુફાઓ

એલિફન્ટાની ગુફાઓ

છત્રપતિ શિવાજી ટર્મિનસ

ચોલામંડલમ

મહાબલીપુરમ

હમ્પી

નિલગીરી માઉન્ટેઇન રેલ્વે

દાર્જીલીંગ હિમાલયન રેલ્વે

કાલકા-શિમલા રેલ્વે

હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન

પત્તાદકલ

કોણાર્ક સૂર્ય મંદિર

જંતર મંતર-જયપુર

રાણકી વાવ

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનઅને વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન

સુંદરવન

ઘાટ(નીલગિરિ)

પશ્ચિમ ઘાટ(કેરળ)

પશ્ચિમ ઘાટ(સહ્યાદ્રિ પર્વતમાળા)

પશ્ચિમ ઘાટ(કર્ણાટક)

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો

 

ક્રમ જિલ્લો રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના વર્ષ રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.) મુખ્ય વન્ય પ્રાણીઓ
ગીર સોમનાથ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૬૫ ૨૫૮.૭૧ સિંહ, દીપડો, ચિતલ
જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) ૧૯૮૨ ૧૬૨૮૯ દરિયાઈ જીવસૃષ્ટિ:
વાદળી (સ્પોન્જ), પરવાળા (કોરલ), જેલીફીશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારા માછલી (સ્ટારફીશ), મલારીયા (ડોલ્ફીન), ડુગૉગ.
નવસારી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૭૯ ૨૩.૯૯ દીપડો
ભાવનગર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ૧૯૭૬ ૩૪.૦૮ કાળિયાર, વરૂ, ખડમોર
કુલ વિસ્તાર ૪૭૯.૬૭

 

 

ગુજરાતના અભયારણ્યો

ક્રમ જિલ્લો અભ્યારણ સ્થાપના વર્ષ રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.) મુખ્ય વન્ય પ્રાણીઓ
બનાસકાંઠા બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય ૧૯૮૯ ૫૪૨.૦૮ રીંછ, નીલગાય, ઝરખ
બનાસકાંઠા જેસોર રીંછ અભયારણ્ય ૧૯૭૮ ૧૮૦.૬૬ રીંછ, નીલગાય, ઝરખ
કચ્છ ઘુડખર અભયારણ્ય ૧૯૭૩ ૪૯૫૩.૭૦ ઘુડખર, નીલગાય
કચ્છ સુરખાબનગર અભયારણ્ય ૧૯૮૬ ૭૫૦૬.૨૨ ચિંકારા, વરૂ
કચ્છ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ૧૯૮૧ ૪૪૨.૨૩ ચિંકારા, નીલગાય, હેણોતરો
કચ્છ કચ્છ ઘોરાડ અભયારણ્ય ૧૯૯૨ ૨.૦૩ ચિંકારા, ઘોરાડ
જામનગર મહાગંગા પક્ષી અભયારણ્ય ૧૯૮૮ ૩.૩૩ પક્ષીઓ
જામનગર ખીજડીયા અભયારણ્ય ૧૯૮૧ ૬.૦૫ પક્ષીઓ
પોરબંદર પોરબંદર પક્ષી અભયારણ્ય ૧૯૮૮ ૦.૦૯ યાયાવર પક્ષીઓ
૧૦ પોરબંદર બરડા અભયારણ્ય ૧૯૭૯ ૧૯૨.૩૧ દીપડો, નીલગાય
૧૧ રાજકોટ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય ૧૯૮૦ ૬.૪૫ ચિંકારા, વરૂ, નીલગાય
૧૨ અમરેલી પાણીયા અભયારણ્ય ૧૯૮૯ ૩૯.૬૩ ચિંકારા, સિંહ, દીપડો
૧૩ મોરબી રામપરા અભયારણ્ય ૧૯૮૮ ૧૫.૦૧ ચિંકારા, વરૂ, નીલગાય
૧૪ અમદાવાદ
સુરેન્દ્રનગર
નળ સરોવર પક્ષી અભયારણ્ય ૧૯૬૯ ૧૨૦.૮૨ યાયાવર પક્ષીઓ
૧૫ નર્મદા શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ૧૯૮૨ ૬૦૭.૭૦ રીંછ, દીપડો, વાંદરા
૧૬ પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય ૧૯૯૦ ૧૩૦.૩૮ દીપડો, રીંછ, ઝરખ
૧૭ ડાંગ પુર્ણા અભયારણ્ય ૧૯૯૦ ૧૬૦.૮૪ દીપડો, ઝરખ
૧૮ મહેસાણા થોળ અભયારણ્ય ૧૯૮૮ ૬.૯૯ પક્ષીઓ
૧૯ દાહોદ રતનમહાલ અભયારણ્ય ૧૯૮૨ ૫૫.૬૫ રીંછ, દીપડો
૨૦ અમરેલી મીતીયાળા વન્યજીવન અભયારણ્ય ૨૦૦૪ ૧૮.૨૨ સિંહ, દીપડો, હરણ
કુલ વિસ્તાર ૧૭૮૮૯.૩૬

 

 

 

 

 

ગુજરાતના જિલ્લાઓ અને તેમના તાલુકાઓ

ગુજરાત ના જીલ્લા અને તાલુકાઓ (Gujarat’s District and Taluka)

ક્રમ જીલ્લો જિલ્લામથક તાલુકાઓ
૦૧ અમદાવાદ અમદાવાદ (૧) અમદાવાદ સીટી (ક) ઘાટલોડિયા (ખ) વેજલપુર (ગ) સાબરમતી (ઘ) અસારવા (ચ) મણીનગર (છ) નારોલ (૨) દસક્રોઈ (૩) દેત્રોજ – રામપુરા (૪) માંડલ (૫) વિરમગામ (૬) સાણંદ (૭) બાવળા (૮) ધોળકા (૯) ધંધુકા (૧૦) ધોલેરા
૦૨ અમરેલી અમરેલી (૧) અમરેલી (૨) બાબરા (૩) લાઠી (૪) લીલીયા (૫) કુકાવાવ (વડીયા) (૬) ધારી (૭) ખાંભા (૮) રાજુલા (૯) જાફરાબાદ (૧૦) સાવરકુંડલા (૧૧) બગસરા
૦૩ અરવલ્લી અરવલ્લી (૧) મોડાસા (૨) ભિલોડા (૩) બાયડ (૪) ધનસુરા (૫) માલપુર (૬) મેધરજ
૦૪ આણંદ આણંદ (૧) આણંદ (૨) બોરસદ (૩) ખંભાત (૪) પેટલાદ (૫) સોજીત્રા (૬) ઉમરેઠ (૭) તારાપુર (૮) આંકલાવ
૦૫ કચ્છ ભુજ (૧) ભુજ (૨) લખપત (૩) અબડાસા (નલિયા) (૪) નખત્રાણા (૫) માંડવી (૬) મુન્દ્રા (૭) અંજાર (૮) ભચાઉ (૯) રાપર (૧૦) ગાંધીધામ
૦૬ ખેડા નડિયાદ (૧) નડિયાદ (૨) ખેડા (૩) કપડવંજ (૪) માતર (૫) કઠલાલ (૬) ઠાસરા (૭) મહુધા (૮) મહેમદાવાદ (૯) ગલતેશ્વર (૧૦) વસો
૦૭ ગાંધીનગર ગાંધીનગર (૧) ગાંધીનગર (૨) દહેગામ (૩) માણસા (૪) કલોલ
૦૮ ગીર સોમનાથ વેરાવળ (૧) વેરાવળ (૨) કોડીનાર (૩) સુત્રાપાડા (૪) તાલાળા (૫) ઉના (૬) ગીરગઢડા
૦૯ છોટા ઉદેપુર છોટા ઉદેપુર (૧) છોટા ઉદેપુર (૨) જેતપુર – પાવી (૩) કવાંટ (૪) નસવાડી (૫) સંખેડા (૬) બોડેલી
૧૦ જામનગર જામનગર (૧) જામનગર (૨) લાલપુર (૩) કાલાવડ (૪) જામજોધપુર (૫) ધ્રોળ (૬) જોડિયા
૧૧ જુનાગઢ જુનાગઢ (૧) જુનાગઢ સીટી (૨) જુનાગઢ (૩) માણાવદર (૪) વંથલી (૫) ભેસાણ (૬) વિસાવદર (૭) કેશોદ (૮) મેંદરડા (૯) માંગરોળ (૧૦) માળિયા – હાટીના
૧૨ ડાંગ આહવા (૧) આહવા (૨) વઘઈ (૩) સુબીર
૧૩ તાપી વ્યારા (૧) વ્યારા (૨) સોનગઢ (૩) ઉચ્છલ (૪) નિઝર (૫) વાલોડ
૧૪ દાહોદ દાહોદ (૧) દાહોદ (૨) લીમખેડા (૩) દેવગઢબારિયા (૪) ગરબાડા (૫) ધાનપુર (૬) ઝાલોદ (૭) ફતેપુરા (૮) સંજેલી
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા (૧) ખંભાળિયા (૨) ઓખામંડળ (દ્વારકા) (૩) ભાણવડ (૪) કલ્યાણપુર
૧૬ નર્મદા રાજપીપળા (૧) રાજપીપળા (નાંદોદ) (૨) તિલકવાડા (૩) દેડીયાપાડા (૪) સાગબારા (૫) ગરુડેશ્વર
૧૭ નવસારી નવસારી (૧) નવસારી (૨) જલાલપોર (૩) ચીખલી (૪) ગણદેવી (૫) વાંસદા (૬) ખેરગામ
૧૮ પંચમહાલ ગોધરા (૧) ગોધરા (૨) શહેરા (૩) મોરવા હડફ (૪) ઘોઘંબા (૫) કાલોલ (૬) હાલોલ (૭) જાંબુઘોડા
૧૯ પાટણ પાટણ (૧) પાટણ (૨) સાંતલપુર (૩) રાધનપુર (૪) સમી (૫) ચાણસ્મા (૬) હારીજ (૭) સિદ્ધપુર (૮) શંખેશ્વર (૯) સરસ્વતી
૨૦ પોરબંદર પોરબંદર (૧) પોરબંદર (૨) રાણાવાવ (૩) કુતિયાણા
૨૧ બનાસકાંઠા પાલનપુર (૧) પાલનપુર (૨) વાવ (૩) થરાદ (૪) ધાનેરા (૫) ડીસા (૬) દિયોદર (૭) કાંકરેજ (૮) દાંતા (૯) વડગામ (૧૦) અમીરગઢ (૧૧) દાંતીવાડા (૧૨) ભાભર (૧૩) લાખણી (૧૪) સુઈગામ
૨૨ બોટાદ બોટાદ (૧) બોટાદ (૨) ગઢડા (૩) બરવાળા (૪) રાણપુર
૨૩ ભરૂચ ભરૂચ (૧) ભરૂચ (૨) આમોદ (૩) અંકલેશ્વર (૪) વાગરા (૫) હાંસોટ (૬) જંબુસર (૭) ઝઘડિયા (૮) વાલિયા (૯) નેત્રંગ
૨૪ ભાવનગર ભાવનગર (૧) ભાવનગર (૨) વલભીપુર (૩) ઉમરાળા (૪) શિહોર (૫) ધોધા (૬) ગારીયાધાર (૭) પાલીતાણા (૮) તળાજા (૯) મહુવા (૧૦) જેસર
૨૫ મહીસાગર લુણાવાડા (૧) લુણાવાડા (૨) કડાણા (૩) ખાનપુર (૪) સંતરામપુર (૫) બાલાસિનોર (૬) વીરપુર
૨૬ મહેસાણા મહેસાણા (૧) મહેસાણા (૨) સતલાસણ (૩) ખેરાળુ (૪) વડનગર (૫) વિસનગર (૬) વિજાપુર (૭) કડી (૮) બહુચરાજી (૯) ઊંઝા (૧૦) ગોઝારીયા (૧૧) જોટાણા
૨૭ મોરબી મોરબી (૧) મોરબી (૨) માળિયા – મિયાણા (૩) વાંકાનેર (૪) ટંકારા (૫) હળવદ
૨૮ રાજકોટ રાજકોટ (૧) રાજકોટ (૨) પડધરી (૩) લોધિકા (૪) કોટડા – સાંગાણી (૫) જસદણ (૬) ગોંડલ (૭) જામકંડોરણા (૮) ઉપલેટા (૯) જેતપુર (૧૦) ધોરાજી (૧૧) વિંછીયા
૨૯ વડોદરા વડોદરા (૧) વડોદરા (૨) સાવલી (૩) વાઘોડિયા (૪) પાદરા (૫) કરજણ (૬) સિનોર (૭) ડભોઇ (૮) ડેસર
૩૦ વલસાડ વલસાડ (૧) વલસાડ (૨) પારડી (૩) ધરમપુર (૪) ઉમરગામ (૫) કપરાડા (૬) વાપી
૩૧ સાબરકાંઠા સાબરકાંઠા (૧) હિંમતનગર (૨) ખેડ્બ્રમ્હા (૩) વિજયનગર (૪) ઇડર (૫) પ્રાંતિજ (૬) વડાલી (૭) તલોદ (૮) પોશીના
૩૨ સુરત સુરત (૧) સુરત સીટી (૨) ચોર્યાસી (૩) ઓલપાડ (૪) કામરેજ (૫) માંગરોળ (૬) માંડવી (૭) ઉમરપાડા (૮) બારડોલી (૯) મહુવા (૧૦) પલસાણા
૩૩ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર (૧) વઢવાણ (૨) લીંબડી (૩) સાયલા (૪) ચોટીલા (૫) મુળી (૬) ધાંગધ્રા (૭) દસાડા (૮) લખતર (૯) ચુડા (૧૦) થાનગઢ

 

ભારત

ભારતપરિચય

  • ક્ષેત્રફળ :- ૩૨,૮૭,૨૬૩ ચો કિમીઅક્ષાંશ : ૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશરેખાંશ : ૬૮º ૭’ પૂ. થી  ૯૭º ૨૫’ પૂર્વ  રેખાંશપ્રમાણ સમયરેખા ; ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)
  • રાજ્યો :– ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત ))
  • રાજધાની :- દિલ્લી
  • પૌરાણિક નામ :- ભરતખંડ, ભરતભૂમિ
  • વર્તમાન નામ :- ભારત, ઇન્ડીયા, હિન્દુસ્તાન
  • સ્વાતંત્ર્ય દિન :- ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭
  • પ્રજાસત્તાક દિન :- ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦
  • રાષ્ટ્ધ્વજ :- ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર ( તા.૨૨/૭/૧૯૪૭ માન્યતા)
  • રાષ્ટ્રીય ધ્વજ ગીત :- ઝંડા ઊંચા રહે હમારા
  • રાષ્ટ્રીય સુચનાપત્ર :- શ્વેત પત્ર
  • રાષ્ટ્રીય મુદ્રા :- રૂપિયો
  • રાષ્ટ્રીય વિદેશનીતિ :- ગુટ નિરપેક્ષ
  • રાષ્ટ્ગીત :- જન……ગણ….મન (રવીન્દ્રનાથ ટાગોર )(તા. ૨૪/૧/૧૯૫૦)
  • રાષ્ટ્ગાન :- વંદે માતરમ (બંકીમચંદ્ર ચેટરજી ) (તા. ૨૪/૧/૧૯૫૦ સૌપ્રથમ ગાન- ઓમકારનાથ ઠાકુર ગાયું.)
  • રાષ્ટ્રીય ચિન્હ :- અશોક ચક્ર ( તા. ૨૬/૧/૧૯૫૦ના રોજ માન્યતા)
  • રાષ્ટ્ભાષા :- હિન્દી
  • રાષ્ટ્રીય લિપિ :-દેવનાગરી
  • રાષ્ટ્રપિતા :- મહાત્મા  ગાંધી
  • રાષ્ટ્રીયતા :- ભારતીય
  • રાષ્ટ્રીય મુદ્રાલેખ :- સત્યમેવ જયતે
  • રાષ્ટ્મુદ્રા (રાષ્ટ્રીય પ્રતિક):- ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે.
  • રાષ્ટ્રીય કેલેન્ડર :- ચૈત્ર સુદ એકમથી (શક સવંત) છેલ્લો ફાગણ (તા.૨૨/૩/૧૯૫૭)
  • રાષ્ટ્રીય પ્રાણી :- વાઘ
  • રાષ્ટ્રીય ફૂલ :- કમળ
  • રાષ્ટ્રીય પક્ષી :-  મોર
  • રાષ્ટ્રીય વૃક્ષ :- વડ
  • રાષ્ટ્રીય ફળ :-કેરી
  • રાષ્ટીય મીઠાઈ :- જલેબી
  • રાષ્ટ્રીય રમત :- હોકી,કબડ્ડી
  • રાષ્ટ્રીય પુરસ્કાર :- ભારત રત્ન
  • રાષ્ટ્રીય ધર્મ :- ધર્મ નિરપેક્ષતા
  • રાષ્ટ્રીય ગ્રંથ :- શ્રીમદ્ ભગવદગીતા
  • રાષ્ટ્રીય મંત્ર :- ઓમ
  • રાષ્ટ્રીય નદી :- ગંગા
  • રાષ્ટ્રીય યોજના :- પંચવર્ષીય યોજના
  • રાષ્ટ્રીય પિતા :- મહાત્મા ગાંધી  
  • કુલ વસ્તી :- ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • પુરુષો :- ૬૨,૩૭,૨૪,૨૪૮ (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • મહિલાઓ :- ૫૮,૬૪,૬૯,૧૭૪ (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • પુરુષ –મહિલા પ્રમાણ :- ૧૦૦૦ : ૯૪૦ (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • વસ્તીગીચતા :- ૩૮૨ પ્રતિ ચો કિમી (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય :- ઉતર પ્રદેશ
  • સૌથી ઓંછી વસ્તીવાળું  રાજ્ય :- સિક્કિમ
  • વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય :- રાજસ્થાન
  • સાક્ષ્રરતા :- ૭૪.૦૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • સાક્ષ્રરતા :- પુરુષો: – ૮૨.૧૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • સાક્ષ્રરતા :- મહિલાઓ: –  ૬૫.૪૬  ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય :-  કેરલ (૯૩.૯૧ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય :- બિહાર (૬૩.૮૨ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)
  • પ્રથમ વડા પ્રધાન :- પંડિત જવાહરલાલ નહેરુ
  • વર્તમાન વડાપ્રધાન :- નરેન્દ્રભાઈ મોદી
  • પ્રથમ લોકસભા સ્પીકર :- ગણેશ વી.માવળંકર
  • વર્તમાન લોકસભાના સ્પીકર :- શ્રીમતી સુમિત્રા મહાજન
  • ભારતના ડેપ્યુટી સ્પીકર :-  મુની સામી થાન્બીદુરાઈ
  • પ્રથમ રાષ્ટ્રપતિ :- ડૉ.રાજેન્દ્રપ્રસાદ
  • ભારતના રાષ્ટ્રપતિ :- પ્રણવ મુખર્જી
  • ભારતના ઉપરાષ્ટ્રપતિ :- હામીદ અન્સારી
  • ભારતના ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભા  :- શ્રી પી.જે.કુરિયન 
  • ભારતના સર્વોચ્યના મુખ્ય ન્યાયાધીશ :- એચ.એલ.દત્તુ
  • ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અધ્યક્ષ :- કે.જી.બાલક્રિષ્ણન
  • મુખ્ય ચૂંટણી  કમિશનર :- શ્રી નસીમ ઝૈદી 
  • ભારતના એટર્ની જનરલ :- મુકુલ રોહતગી
  • વિપક્ષના નેતા :- 
  • વિપક્ષ નેતા( રાજ્યસભા) :- શ્રી ગુલાબનબી આઝાદ 
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર :- શ્રી અજીતકુમાર દોબલ
  • ચેરમેન, નીતિપંચ :- નરેન્દ્ર મોદી 
  • ચેરમેન, અનુસૂચિત જાતિ :- શ્રી પી.એલ.પુનિયા 
  • ચેરમેન, અનુસૂચિત જનજાતિ :- શ્રી રામેશ્વર ઓરાંત 
  • ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ:- શ્રી નસીમ અહેમદ 
  • ચેરમેન, ઓ.બી.સી. પંચ:- વી. ઈશ્વર્યા 
  • ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ :- એસ.એલ.દત્તુ 
  • કેબીનેટ સેક્રેટરી :- શ્રી પ્રદીપકુમાર સિક્કા 
  • ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC) :- શ્રી દીપક ગુપ્તા 
  • ચેરમેન, રેલ્વે બોર્ડ :- શ્રી એ.કે.મિત્તલ 
  • ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC) :- શ્રી વેદ પ્રકાશ 
  • ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ :- શ્રી . બી.એન. કિરપાલ 
  • ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC):- શ્રી અસીમ ખુરાના 
  • ચેરમેન, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI):- શ્રી રઘુરામ રાજન 
  • ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ :- શ્રી સામ પિત્રોડા 
  • ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC) :- શ્રી એસ.કે.રોય
  • ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી  એજ્યુકેશન ( CBSC)   :- શ્રી વિનીત જોશી 
  • ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB):- શ્રી દીનેશ્વર શર્મા 
  • ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI):- શ્રી રાજીન્દર ખન્ના 
  • સરકારના મોખ્ય વૈજ્ઞાનિક સલાહકાર  :- ડૉ.આર.ચિદંબરમ
  • રક્ષામંત્રી વૈજ્ઞાનિક સલાહકાર :- શ્રી સતીશ રેડ્ડી 
  • સભ્યસંખ્યા (લોકસભા ) :- ૫૪૩ +૨ એગ્લો  ઇન્ડિયનસભ્યસંખ્યા (રાજ્યસભા ) : વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)
  • રાજ્યસભા સભ્યસંખ્યા :- ૨૪૫
  • દરીયાકીનારો :- ૭૫૧૬.૫ કિ.મી.
  • ભૂમિ સરહદ (લંબાઈ) :- ૧૫,૨૦૦ કિ.મી.
  • રેલવે માર્ગ :- ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )
  • પાકા માર્ગ :- ૧૯,૯૯,૫૯૦ કિમી
  • હવાઈ મથક :-૨૦૮ (આંતરરાષ્ટ્રીય મથક ૧૧ )
  • બંદરો : ૧૧ મોટા,  ૨૦ મધ્યમ , ૧૩૯ નાના
  • ઉચ્ચ ન્યાયાલયો :- ૨૪
  • શતરંજની શોધ ભારતે કરી કરી હતી.
  • ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
  • ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમો ક્રમ ધરાવે છે.
  • ભારતનું અંગ્રેજી નામ ઇન્ડીયા ઇડસ નદી પરથી પડ્યું છે.
  • ભારતની આબોહવા મોસમી પ્રકારની છે.
  • પૌરાણિક રાજા દુષ્યંતના પુત્ર ભરત પરથી ભારત નામ પડ્યું છે
  • વારાણસી જે બનારસ નામથી ઓળખાય છે જે વિશ્વનું સૌથી પુરાણું અને ધબકતું શહેર છે.
  • બીજગણિત,ત્રિકોણમિતિ અને કલનની શરૂઆત ભારતે કરી હતી.
  • સાપ સીડીનો ખેલ ભારતે ૧૩મી શતાબ્દીમાં તૈયાર કર્યો હતો.
  • તિરૂપતિનું મંદિરમાં આવેલ વિષ્ણુમંદિર ૧૦મી શતાબ્દીમાં બનાવ્યું હતું જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક તીર્થસ્થાન છે.
  • વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર બૃહદેશ્વરમંદિર જે તમિલનાડુંના તાજોરમાં આવેલું છે.
  • વિશ્વમાં શણની ચીજવસ્તુઓની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે.
  • ભારતમાં ૧૧ આતરરાષ્ટ્રીય હવાઈમથકો ૧૧ અને ૧૧૨ સ્થાનિક હવાઈમથકો છે.
  • ભારતમાં રેલમાર્ગોની લંબાઈ ૬૩,૧૪૦ કિ.મી.છે.
  • ભારતમાં આકાશવાણી કેન્દ્રો ૨૦૮ સ્ટેશનો અને ૩૨૭ પ્રસારણકેન્દ્રો આવેલા છે.
  • સર્પગંધા નામની વનસ્પતિ ફક્ત ભારતમાં જ થાય છે. જે લોહીના ઊંચા દબાણના રોગ મટાડે છે. વિશ્વમાં તેની ખૂબ જ માંગ છે.
  • ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં થાય છે.
  • ભારતમાં સૌથી વધુ તાપમાન શ્રીગંગાનગર (રાજસ્થાન)માં ૫૦˚ સે કે તેથી વધુ હોય છે.
  • ભારતમાં સૌથી ઓછું તાપમાન દ્રાસ (જમ્મુ કાશ્મીર માં -૪૫˚ સે થી ઓછું હોય છે.
  • ભારત ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.

ભારતની વસ્તી વિષયક માહિતી (૨૦૧૧)

ક્રમ રાજ્યનું નામ પાટનગર વસ્તી સાક્ષરતા

(ટકામાં)

લિંગ

(૧૦૦૦)

દ્શ્કાનો

વૃદ્ધિ દર

ઉત્તરપ્રદેશ લખનઉ ૧૯,૯૫,૮૧,૪૭૭ ૬૭.૬ ૯૦૮ ૨૦.૯
મહારાષ્ટ્ર મુંબઈ ૧૧,૨૩,૭૨,૯૭૨ ૮૨.૯ ૯૨૫ ૧૫.૯૯
બિહાર પટના ૧૦,૩૮,૦૪,૬૩૭ ૬૩.૮ ૯૧૬ ૨૫.૦૭
પશ્ચિમ બંગાળ કલકત્તા ૦૯,૧૩,૪૭,૭૩૬ ૭૭.૧ ૯૪૭ ૧૩.૯૩
આંધ્રપ્રદેશ હૈદરાબાદ ૦૮,૪૬,૬૫,૫૩૩ ૭૫.૬ ૯૯૨ ૧૧.૧
તામિલનાડું ચેન્નાઈ ૦૭,૨૧,૩૮,૯૫૮ ૮૦.૩ ૯૯૫ ૧૫.૬
મધ્યપ્રદેશ ભોપાલ ૦૭,૨૫,૯૭,૫૬૫ ૭૦.૬ ૯૩૦ ૨૦.૩
રાજસ્થાન જયપુર ૦૬,૧૧,૩૦,૭૦૪ ૬૭.૧ ૯૨૬ ૨૧.૪૪
કર્ણાટક બેંગ્લોર ૦૬,૧૧,૩૦,૭૦૪ ૭૫.૬ ૯૬૮ ૧૫.૬૭
૧૦ ગુજરાત ગાંધીનગર ૦૬,૦૩,૮૩,૬૨૮ ૭૯.૬ ૯૧૮ ૧૯.૧૭
૧૧ ઓરિસ્સા ભુવનેશ્વર ૦૪,૧૯,૪૭,૩૫૮ ૭૩.૫ ૯૭૮ ૧૩.૯૭
૧૨ કેરળ તિરૂઅનંતપુરમ ૦૩,૩૩,૮૭,૬૭૭ ૯૩.૯ ૧,૦૮૪ ૪.૮૬
૧૩ ઝારખંડ રાંચી ૩,૨૯,૬૬,૨૩૮ ૬૭.૬ ૯૪૭ ૨૨.૩૪
૧૪ આસામ દિસપુર ૩,૧૧,૯૬,૨૭૨ ૭૩.૨ ૯૫૪ ૧૬.૯૩
૧૫ પંજાબ ચંડીગઢ ૨,૭૭,૦૪,૨૩૬ ૭૬.૭ ૮૯૩ ૧૩.૭૩
૧૬ હરિયાણા ચંદીગઢ ૨,૫૩,૫૩,૦૮૧ ૭૬.૬ ૮૭૭ ૧૯.૯
૧૭ છત્તીસગઢ રાયપુર ૨,૫૫,૪૦,૧૯૬ ૭૧.૦ ૯૯૧ ૨૨.૩૪
૧૮ ઉતરાખંડ દહેરાદુન ૧,૦૧,૧૬,૭૫૨ ૭૯.૬ ૯૬૩ ૧૯.૧૭
૧૯ ત્રિપુરા અગરતલા ૩૬,૭૧,૦૩૨ ૮૭.૮ ૯૬૧ ૧૪.૭૫
૨૦ હિમાચલપ્રદેશ સિમલા ૬૮,૫૬,૫૦૯ ૮૩.૮ ૯૭૪ ૧૨.૮૧
૨૧ મેઘાલય શિલોંગ ૨૯,૬૪,૦૦૭ ૭૫.૫ ૯૮૬ ૨૭.૮૨
૨૨ મણીપુર ઇમ્ફાલ ૨૭,૨૧,૭૫૬ ૭૯.૯ ૯૮૭ ૧૮.૬૫
૨૩ નાગાલેંડ કોહિમા ૧૯,૮૦,૬૦૨ ૮૦.૧ ૯૩૧ ૦.૪૭
૨૪ ગોવા પણજી ૧૪,૫૭,૭૨૩ ૮૭.૪ ૯૬૮ ૮.૧૭
૨૫ જમ્મુ કાશ્મીર શ્રીનગર ૧,૨૫,૪૮,૯૨૬ ૬૮.૭ ૮૮૩ ૨૩.૭૧
૨૬ સિક્કિમ ગંગટોક ૬,૦૭,૬૬૮ ૮૨.૨ ૮૮૯ ૧૨.૩૬
૨૭ મિઝોરમ ઐઝવાલ ૧૦,૯૧,૦૧૪ ૯૧.૬ ૯૭૫ ૨૨.૭૮
૨૮ અરુણાચલ પ્રદેશ ઇટાનગર ૧૩,૮૨,૬૧૧ ૬૭.૦ ૯૨૦ ૨૫.૯૨
૨૯ તેલંગાણા હૈદરાબાદ ૩,૫૨,૮૬,૭૫૭ ૬૭.૨૨    

કેન્દ્રશાસિત પ્રદેશો

ક્રમ રાજ્યનું નામ પાટનગર વસ્તી સાક્ષરતા લિંગ વૃદ્ધિ દર
દિલ્લી દિલ્લી ૧,૬૭,૫૩,૨૩૫ ૮૬.૩ ૮૬૬ ૧.૩૮
૨  આંદીમાન નિકોબાર પોર્ટબ્લેર ૭,૭૯,૯૯૪ ૮૬.૩ ૮૭૮ ૬.૬૮
ચંદીગઢ ચંદીગઢ ૧૦,૫૪,૬૮૬ ૮૬.૪ ૮૧૮ ૧૭.૧
દાદરા નગર હવેલી સિલવાસ ૩,૪૨,૫૮૩ ૭૭.૭ ૭૭૫ ૫૫.૫ 
દમણ અને દીવ દમણ ૨,૪૨,૫૮૩ ૮૭.૧ ૬૧૮ ૫૩.૫૪ 
લક્ષદ્વીપ ક્વારતી ૬૪,૪૨૯ ૯૨.૩ ૯૪૬ ૬.૨૩
પાંડેચેરી પાંડેચેરી ૧૨,૪૪,૪૬૪ ૮૬.૬ ૧,૩૦૮ ૨૭.૭૨

ભારતના ચૂંટણીકમિશનરશ્રીઓ

 

 

ક્રમ નામ સમયગાળો
સુકુમાર સેન તા. ૨૧/૦૩/૧૯૫૦ થી તા. ૧૯/૧૨/૧૯૫૮
૨. કલ્યાણ વી.કે.સુન્દરમ તા. ૨૦/૧૨/૧૯૫૮ થી તા. ૩૦/૦૯/૧૯૬૭
૩. એસ.પી.એન,વર્મા તા. ૦૧/૧૦/૧૯૬૭ થી તા. ૩૦/૦૯/૧૯૭૨
૪. ડૉ. નગેન્દ્ર્સિંહ તા. ૦૧/૧૦/૧૯૭૨ થી તા. ૦૬/૦૨/૧૯૭૩ 
૫. ટી. સ્વામીનાથન તા. ૦૭/૦૨/૧૯૭૩ થી તા. ૧૭/૦૬/૧૯૭૭
૬. એસ.એએલ.શશધર તા. ૧૮/૦૬/૧૯૭૭ થી તા. ૧૭/૦૬/૧૯૮૨   
૭. આર.કે.ત્રિવેદી તા. ૧૮/૦૬/૧૯૮૨  થી તા. ૩૧/૧૨/૧૯૮૫
૮. પેરી શાસ્ત્રી તા. ૦૧/૦૧/૧૯૮૫ થી તા. ૨૫/૧૧/૧૯૯૦  
૯. ટી.એન.શેષાન તા. ૨૬/૧૨/૧૯૯૦  થી તા. ૧૧/૧૨/૧૯૯૬  
૧૦. એમ.એસ.ગીલ તા. ૧૨/૧૨/૧૯૯૬  થી તા. ૧૩/૦૬/૨૦૦૧
૧૧. જેમ્સ લિંગદોહ તા. ૧૪/૦૬/૨૦૦૧ થી તા. ૦૭/૦૨/૨૦૦૪
૧૨. ટી.એસ.કૃષ્ણમૂર્તિ તા. ૦૮/૦૨/૨૦૦૪ થી તા. ૧૫/૦૫/૨૦૦૫ 
૧૩. બી.બી.ટંડન તા. ૧૬/૦૫/૨૦૦૫ થી તા. ૨૯/૦૬/૨૦૦૬
૧૪. એમ.ગોપાલસ્વામી તા. ૩૦/૦૬/૨૦૦૬ થી તા. ૨૦/૦૪/૨૦૦૯
૧૫ નવીન ચાવલા તા. ૨૧/૦૪/૨૦૦૯ થી તા. ૨૯/૦૭/૨૦૧૦
૧૬ એસ.વાય.કુરેશી તા. ૩૦/૦૭/૨૦૧૦ થી તા. ૧૦/૦૬/૨૦૧૨
૧૭ વી.એસ.સંપથ તા. ૧૦/૦૬/૨૦૧૨  થી તા. ૧૫/૦૧/૨૦૧૫
૧૮ એસ.એસ.બ્રહ્મા તા. ૧૫/૦૧/૨૦૧૫ થી તા. ૧૮/૦૪/૨૦૧૫
૧૯ નસીમ ઝૈદી તા. ૧૯/૦૪/૨૦૧૫ થી તા. ૧૨/૦૭/૨૦૧૭
 ૨૦   અચલકુમાર જોતિ   તા. ૧૨/૭/૨૦૧૭ થી આજ દિન સુધી……

ભારતના પ્રધાનમંત્રીઓ

 

ક્રમ નામ સમયગાળો
જવાહરલાલ નહેરૂ તા. ૧૫/૦૮/૧૯૪૭ થી તા. ૨૭/૦૫/૧૯૬૪
૨. ગુલઝારીલાલ નંદા તા. ૨૭/૦૫/૧૯૬૪ થી તા. ૦૯/૦૬/૧૯૬૪
૩. લાલ બહાદુર શાસ્ત્રી  તા. ૦૯/૦૬/૧૯૬૪ થી તા. ૧૧/૦૬/૧૯૬૬
૪. ગુલઝારીલાલ નંદા તા. ૧૧/૦૬/૧૯૬૬ થી તા. ૨૪/૦૧/૧૯૬૬ 
૫. શ્રીમતી ઈંદીરા ગાંધી તા. ૨૪/૦૧/૧૯૬૬ થી તા. ૨૪/૦૩/૧૯૭૭
૬. મોરારજીભાઈ દેસાઈ તા. ૨૪/૦૩/૧૯૭૭ થી તા. ૨૮/૦૭/૧૯૭૯   
૭. ચરણસિંહ ચૌધરી તા. ૨૮/૦૭/૧૯૭૯ થી તા. ૧૪/૦૧/૧૯૮૦
૮. શ્રીમતી ઈંદીરા ગાંધી તા. ૧૪/૦૧/૧૯૮૦ થી તા. ૩૧/૧૦/૧૯૮૪  
૯. રાજીવ ગાંધી તા. ૩૧/૧૦/૧૯૮૪ થી તા. ૦૨/૧૨/૧૯૮૯
૧૦. વી.પી.સિંઘ તા. ૦૨/૧૨/૧૯૮૯ થી તા. ૧૦/૧૧/૧૯૯૦
૧૧. ચંદ્રશેખર તા. ૧૦/૧૧/૧૯૯૦ થી તા. ૨૧/૦૬/૧૯૯૧ 
૧૨. પી.વી.નરસિંહરાવ તા. ૨૧/૦૬/૧૯૯૧ થી તા. ૧૬/૦૫/૧૯૯૬ 
૧૩. અટલ બિહારી બાજપેયી તા. ૧૬/૦૧/૧૯૯૬ થી તા. ૦૧/૦૬/૧૯૯૬
૧૪. એચ.ડી.દેવગોડા તા. ૦૧/૦૬/૧૯૯૬ થી તા. ૨૪/૦૪/૧૯૯૭
૧૫ આઈ.કે.ગુજરાલ તા. ૨૧/૦૪/૧૯૯૭ થી તા. ૧૯/૦૩/૧૯૯૮
૧૬ અટલ બિહારી બાજપેયી તા. ૧૯/૦૩/૧૯૯૮ થી તા. ૨૨/૦૫/૨૦૦૪
૧૭ ડૉ.મનમોહનસિંહ તા. ૨૨/૦૫/૨૦૦૪ થી તા. ૨૬/૦૫/૨૦૧૪
૧૮ નરેન્દ્રભાઈ મોદી તા. ૨૬/૦૫/૨૦૧૪ થી  આજ દિન સુધી……..

ભારતના રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયો

 

નંબર રાજ્યનું નામ સ્થાપના વર્ષ ન્યાયાલયનું સ્થાન
ગુજરાત ૧૯૬૦ અમદાવાદ
રાજસ્થાન ૧૮૪૯ જોધપુર (જયપુરમાં ક્ષેત્રીય કાર્યાલય )
મહારાષ્ટ્ર ૧૮૯૨ મુંબઈ (નાગપુરમાં ક્ષેત્રીય કાર્યાલય )
ઉત્તરપ્રદેશ ૧૮૬૬ અલાહાબાદ (લખનૌમાં ક્ષેત્રીય કાર્યાલય )
તમિલનાડુ ૧૮૬૨ ચેન્નાઈ
ગોવા ૧૮૬૨ મુંબઈ (પણજીમાં ક્ષેત્રીય કાર્યાલય )
પશ્ચિમ બંગાળ ૧૮૬૨ કોલકાત્તા
પંજાબ ૧૮૭૫ ચંદીગઢ
હરિયાણા ૧૮૭૫ ચંડીગઢ
૧૦ કર્ણાટક ૧૮૮૪ બેંગલોર
૧૧ બિહાર ૧૯૧૬ પટણા
૧૨ જમ્મુ કાશ્મીર ૧૯૨૮ શ્રીનગર અને જમ્મુ
૧૩ આસામ ૧૯૪૮ ગૌહાટી
૧૪ મણીપુર ૧૯૪૮ ગૌહાટી (ઇમ્ફાલમાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૫ મિઝોરમ ૧૯૪૮ ગૌહાટી (આઈજોલમાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૬ નાગાલેંડ ૧૯૪૮ ગૌહાટી (કોહિમામાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૭ ત્રિપુરા ૧૯૪૮ ગૌહાટી (અગરતલામાં ક્ષેત્રીય કાર્યાલય )
૧૮ ઓરિસ્સા ૧૯૪૮ કટક
૧૯ મેઘાલય ૧૯૪૮ ગૌહાટી (શિલોંગમાં ક્ષેત્રીય કાર્યાલય )
૨૦ અરૂણાચલ પ્રદેશ ૧૯૪૮ ગૌહાટી
૨૧ આંધ્રપ્રદેશ ૧૯૫૪ હૈદરાબાદ
૨૨ મધ્યપ્રદેશ ૧૯૫૬ જબલપુર (ગ્વાલિયર અને ઇન્દોરમાં ક્ષેત્રીય કાર્યાલય )
૨૩ કેરલ ૧૯૫૮ અર્નાકુલમ
૨૪ હિમાચલ પ્રદેશ ૧૯૭૧ શિમલા
૨૫ સિક્કિમ ૧૯૭૫ ગંગટોક
૨૬ છત્તીસગઢ ૨૦૦૦ બિલાસપુર
૨૭ ઝારખંડ ૨૦૦૦ રાંચી
૨૮ ઉત્તરાંચલ ૨૦૦૦ નૈનીતાલ
૨૯ તેલંગણા    

કેન્દ્ર શાસિત પ્રદેશો

નંબર કેન્દ્ર શાસિત પ્રદેશો

 

સ્થાપના વર્ષ ન્યાયાલયનું સ્થાન
પોંડિચેરી ૧૮૬૨   ચેન્નાઈ
દાદરા નગર હવેલી ૧૮૬૨   મુંબઈ
દમણ અને દીવ ૧૮૬૨ મુંબઈ
આંદોમાન નિકોબાર ૧૮૬૨   કોલકતા (પોર્ટબ્લેરમાં ક્ષેત્રીય કાર્યાલય )
ચંડીગઢ ૧૮૭૫   ચંડીગઢ
લક્ષદ્વીપ ૧૯૫૮ અનાર્કુલામ
દિલ્લી ૧૯૬૬ દિલ્લી
  ભારતના વૈજ્ઞાનિકો

 

ડૉ.અબ્દુલ કલામ

 
 
  •  “દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ હંમેશા કલાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.”
  • રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કાનારાઓ છોડી દે છે.”
  • જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છૂપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.”

               ભારતના મિસાઈલમેન અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ તા. ૧૫/૧૦/૧૯૩૧ના દિવસે  તમિલનાડુના રામેશ્વરમમાં ધનુષકોડી ગામમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ  પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ  હતું. ડૉ. કલામે તેમના નાનપણના  દિવસોમાં પૈસાની તંગીનો  ખૂબ સામનો કરવો પડ્યો હતો. અબ્દુલ કલામના પિતા માછીમારોને હોળી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ડૉ.કલામના પિતા બહુ ભણેલા નહોતા, પરંતુ તેઓ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન ઉપર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો. પ્રાથમિક શિક્ષણનો ખર્ચ કાઢવા માટે તેઓ ન્યુઝ પેપર વેચતા હતા. બાળપણથી જ તેમને અંતરીક્ષ વિજ્ઞાનમાં ઊંડો રસ હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરૂચિરાપલ્લી ખાતેથી કર્યો હતો. .ઈ.સ. ૧૯૫૮માં તેમણે મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી અંતરીક્ષ વિજ્ઞાનમાં ડીગ્રી મેળવી હતી. સ્નાતક થયા પછી તેઓ ઈ.સ.૧૯૬૨ માં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં પ્રવેશ લીધો. અંત ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાય ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અગ્નિ મિસાઈલ  અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્વદેશી ઉપગ્રહ બનાવવા અને આકાશમાં લોન્ચ કરવા ક્ષેત્રે તેમનું યોગદાન વિશિષ્ઠ હતું, તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા. ઈ.સ.૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવાના કાર્યમાં તેમનું યોગદાન હતું. ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવતા તેઓ ૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭ રાષ્ટ્રપતિપદે રહ્યા હતા. તેમને અનેક એવોર્ડ અને સન્માન એનાયત થયેલ છે. ભારતનો સર્વશ્રેષ્ઠ ‘ ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. .ઇ.સ.૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઈટેડ નેશન્સે ‘ વિશ્વ વિદ્યાર્થી દિવસ ‘ તરીકે ઉજવ્યો હતો. તેમને ડોક્ટર ઓફ ઈજનેરી, કિંગ્સ ચાલર્સ મેડલ, વીર સાવરકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી એવોર્ડ વગેરે અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે પોતાના જીવન ઉપર આધારિત ‘ વિગ્સ ઓફ ફાયર’ આત્મકથા લખી છે. તા.૨૭મી જુલાઈ ૨૦૧૫ના રોજ મેઘાલયના શિલોંગમાં એક કાર્યક્રમમાં તેમની તબિયત બગડી અને તેઓ અવસાન પામ્યા.  

મેઘનાથ સહા

          ભારતમાં મહાન અને આધુનિક ખગોળ ભૌતિકશાસ્ત્રના પિતા મેઘનાથ સહાનો જન્મ તા. ૬/૧૦/૧૮૯૩ના રોજ ઢાકા જિલ્લામાં આવેલ શિવરાતલી  ગામમાં થયો હતો. પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ઢાકામાં અને કલકત્તામાં લીધું. ઈ.સ. ૧૯૦૫માં અંગેજ હકુમત બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનમાં મેઘનાથ સહા અને તેમના મિત્રોએ અંગેજ શિક્ષકનું અપમાન કરવાથી તેના દંડ રૂપે શાળામાંથી હકાલપટ્ટી કરી અને ત[મને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ કરી હતી. મેઘનાથ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેઓ કલકતા યુનિવર્સીટીની એમ.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ગણિતશાસ્ત્રમાં સંશોધન કરી ૧૯૧૮માં ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધી મેળવી હતી. તેમણે ઈ.સ. ૧૯૧૬માં કલકતા યુનિવર્સીટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે રહ્યા. આ પછી તેઓ જર્મની ગયા અને બર્લિનની સાયન્સ કોલેજમાં જોડાયા. તેમણે તારાના રંગપટના સંશોધન વિષે મહાનિબંધ લખ્યો. અલ્હાબાદ યુનિવર્સીટીમાં જોડાયા અને એ એમનું સંશોધનનું મુખ્ય કેન્દ્ર બન્યું. એમને અણુભૌતિક શાસ્ત્ર અને કોસ્મિક કિરણોનું સંશોધન કર્યું.ઈ.સ. ક્ષ-કિરણોની શોધ કરી. ઈ.સ. ૧૯૩૪માં ઇન્ડિયન સાયન્સ કોલેજના પ્રમુખ  તેમણે તારાઓના વર્ગીકરણ ઉપરથી શોધ કાઢ્યું કે ‘ ૦ ‘ વગરના તારાના ઉષ્ણતામાન   અને વાતાવરણ દબાણ અંગે તેમણે સંશોધન કર્યું.તેમણે નક્ષત્રોના કિરણ ચિત્રોનો ભૌતિક સિધ્ધાંત રજુ કરી વિશ્વ વ્યાપી નામના પ્રાપ્ત કરી હતી. જ્યોતીવિજ્ઞાન અને પરમાણુ સિધ્ધાંત ક્ષેત્રે મહત્વનું યોગદાન છે.  ઈ.સ. ૧૯૫૨ માં લોકસભામાં ચૂંટાયા હતા.

ડો. હરગોવિંદ ખુરાના

                      ભારતના મેઘાવી જીવ રસાયણશાસ્ત્રી ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ તા. ૯/૧/૧૯૨૨ના રોજ ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પટવારી હતા. બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે ઈ.સ. ૧૯૪૮માં પી. એચ. ડી.ની પદવી પણ મેળવી.

             ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું.  તેમની મુખ્ય શોધ તે કૃત્રિમ જીન્સ  હતી. તેમના માટે જિન્સ મનુષ્યના શારીરિક તેમ જ બોદ્ધિક ઘડતર માટેનું મુખ્ય પરિબળ છે. માણસનો સ્વભાવ, ગુણ.આકાર વગેરેનો મુખ્ય આધાર ‘ જિન્સ’ છે. માતાપિતા દ્વારા આપણને ગુણ,કર્મ અને સ્વભાવના જિન્સ પ્રાપ્ત થાય છે. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે. આ સંશોધન કાર્ય માટે ઇ. સ્. ૧૯૬૮ના વર્ષમાં  શરીરવિજ્ઞાન અને તબીબ વિજ્ઞાનનું  ભૌતિકશાસ્ત્રનું સંયુક્ત નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૫૬માં ‘માર્ક એવોર્ડ એનાયત થયો..ઈ.સ. ૧૯૬૦માં  કેનેડીયન પબ્લિક સર્વિસીસ તરફથી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગને તેમને ઈ.સ. ૧૯૮૭માં રાષ્ટ્રીય વિજ્ઞાન ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.ઈ.સ.૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમનું અવસાન તા.૯/૧૧/૨૦૧૧ના દિવસે અમેરિકામાં થયું હતું.

ભારતીય ગણિતજ્ઞ એસ.રામાનુજન

            મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજમ આયંગરનો જન્મ તા.૨૨મી ડીસેમ્બર ૧૮૮૭ના દક્ષિણ ભારતના થંજાવર જિલ્લના કુભકોમ ની પાસે આવેલા ઇરોડ નામના ગામમાં થયો હતો. પિતાનું નામ શ્રી નિવાસ આયંગર હતું. તેઓ ચુસ્ત ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત[એમના પિતા કપડાની દૂકાન ચલાવતા હતા. માતાનું નામ કોમલતા અમ્મલ એક ધાર્મિક સ્વભાવના મહિલા હતા. રામાનુજમ હાઈસ્કુલમાં દાખલ થાય તે પહેલા જ અંકો,સમીકરણો અને ભૂમિતિ પર તેમની માસ્ટરી હતી. એમના કરતાં મોટા અને આગળના ધોરણોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગણિતના દાખલા શીખવા એમની પાસે આવતા હતા. માત્ર ૧૩ વર્ષની નાની વયે રામાનુજમ એક કોલેજની લાયબ્રેરીમાંથી ત્રિકોણમિતિ પુસ્તક લઇ વાંચન કરી શોધ કાર્ય કર્યું. ૧૬ વર્ષની વયે તેઓ ઈ.સ. ૧૯૦૩માં મેટ્રીકનીની પરીક્ષા ગણિતના પ્રથમ વર્ગમાં પાસ કરી.  એસ. રામાનુજ ગણિત વિષય પરત્વે વધુ રૂચીને કારણે બીજા વિષયોમાં નબળા પડ્યા. કોલેજની પરીક્ષામાં નાપાસ થતાં તેઓએ સ્કોલરશીપ ગુમાવી. તેઓ આખો દિવસ સંખ્યાઓ જ લખતા બીજું કંઈ કરતા નહિ.        જેમને પિતાએ ગુસ્સામાં હાંસી ઉડાવી કે કોઈપણ રીતે પોતાની જીવવા કમાવી ન આપે તેવી નકામી ગણતરીઓ અને સિદ્ધાંતો કાગળ પર ઘસડી ઘસડી પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે.

                       પિતાજીએ વિચાર્યું કે રામાનુજમ ગાંડા થઇ ગયા છે. એટલે એમનું ગાંડપણ હઠાવવા માટે ઈ.સ. ૧૯૦૯માં ૨૨ વર્ષની વયે તેમના લગ્ન જાનકીદેવી સાથે કરવામાં આવ્યા. પોતે ગરીબ પરિવારના હોવાથી રામાનુજને નોકરી કરવી જરૂરી બની. જો કે સદનસીબે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટના નિયામક ફાન્સિસ સ્પિંગને ઈ.સ.૧૯૧૨માં પચ્ચીસ રૂપિયાના પગારે કારકૂન તરીકે નોકરી રાખી લીધા. તેમણે પોતાના ૧૨૦ પ્રમેયો કેબ્રીજ યુનિવર્સિટીના પ્રો. હાર્ડીને મોકલ્યા જેનાથી હાર્ડી તેનાથી ખૂબ જ પ્રભાવિત કર્યા. સ્વામીનાથ એકાદ સદીથી જેનો ઉકેલ મળતાં ન હતો. તેવો વેરંગનો પ્રોબ્લેમ તેમણે ઉકેલ્યો. તેમણે લગભગ ૩૦૦૦ પ્રમેયોનું વિવરણ અંકિત કર્યા જે પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા. રામાનુજને પાઈનું આસન્ન મૂલ્ય માટે ઘણા સૂત્રોની શોધ કરી. ઈ.સ. ૧૯૧૮માં તેમણે ફેલો ઓફ રોયલ સોસાયટી તરીકે ચૂંટી બહુમાન કરવામાં આવ્યું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ઈ.સ.૧૯૧૭માં રામાનુજને એક સૂત્ર આપ્યું જેનાથી કોઈપણ સંખ્યાનું વિભાજન કરી શકાય છે. તેમની પધ્ધતિ વિશ્લેષક પધ્ધતિના નામે ઓળખાય છે. રામાનુજ ભારતીય સભ્યતા અને સંસ્કારના પૂજારી હતા. ઇંગ્લેન્ડ જતા પિતાને વચન આપ્યું કે “ હું ઈંગ્લેન્ડમાં પણ હિન્દુસ્તાની રહીશ અને એવી કોઈ વાત નહિ કરું જેનાથી ભારતીયોને હાની થાય.” ૨૬મી એપ્રિલ ૧૯૨૦ના દિવસે તેમનું અવસાન થયું.

ઓબેદ સિદ્દીકી

                  ભારતના જાણીતા જીવશાસ્ત્રી ડૉ. ઓબેદ સિદ્દીકીનો જન્મ તા.૭/૧/૧૯૩૨ના રોજ ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ મજીદ સિદ્દીકી જીવન વિજ્ઞાની હતા. માતાનું નામ જ્મોલા એમિલ સિદ્દીકી હતું. જેઓ યુનિવર્સિટી મેડીકલ કોલેજમાં હતા. ઓબેદ સિદ્દિકીઈ.સ.૧૯૭૭માં તેમણે સુક્ષ્મ જીવાણું જનનશાસ્ત્રથી પોતાના સંશોધનકાર્યની શરૂઆત કરી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ પણ એનાયત થયેલ છે. તેમેણ માસ્ટર ડીગ્રી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કાનપુરમાંથી મેળવી હતી. ઈ.સ. ૧૯૮૪માં સ્ટેટ યુનિવર્સિટી પુલ્લામ વોશિંગ્ટનમાંથી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી. આ ઉપરાંત કોલોરાડો યુનિવર્સિટીમાં ખૂબ જ ટૂંકાગાળામાં ડોકટરેટનીની પડવી મેળવી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સીસ , બેગ્લોર સંસ્થાએ તેમણે ખૂબ જ મદદ કરી હતી. ઈ.સ. ૨૦૦૩માં અમેરિકાની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી પણ તેમણે વિદેશી સહયોગી તરીકે નિયુક્ત કર્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી , બનારસ હિંદુ યુનિવર્સિટી  તથા જામિયા હર્મદ તેમને ડી.એસ.સી.ની ડીગ્રી એનાયત કરી હતી. ઈ.સ. ૨૦૦૦માં શાંતિસ્વરૂપ ભટ્ટનાગર એવોર્ડ .ઈ.સ.૨૦૦૧માં જી.એમ.મોદી  ઇનોવેટીવ સાયન્સ એન્ડ ટેકનોલોજી એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત ઈ.સ. ૨૦૦૬માં ભારત સરકારે પદ્મ ભૂષણ ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ન્યૂરો જેનેટિસિસ્ટ તરીકે મશહૂર સિદ્દિકીએ ફળો પરની માખી વિષે પણ શોધકાર્ય કર્યું. તેમણે ‘ડ્રોસો ફિલા’ નામક ફળ પરની માખીની રાસાયણિક સંવેદના અંગે પાયાના પ્રાયોગિક કામની નોંધ કરી હતી. ‘ તેમણે મગજની સૂંઘવાની પ્રક્રિયાની અમારી સમજણ વધારી છે’ . તેમણે ડીએનએના વહન અને ફૂગ તથા જંતુઓના પુનઃ જોડાણને સમજવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.

સર જગદીશચંદ્ર બોઝ

                આધુનિક ભારતના મહાન વિજ્ઞાનઋષિ તરીકે ઓળખાતા સર જગદીશચંદ્ર બોઝનો  જન્મ તા.૩૦/૧૧/૧૮૫૮માં તેમના મોસાળના ગામ મેમનસિંહમાં થયો હતો. પિતા ભગવાનચંદ્ર ફરિદપુર જિલ્લામાં નાયબ ન્યાયાધીશ હતા. માતાનું નામ વનસુંદરીદેવી હતું. ઈ.સ.૧૯૭૯માં ભૌતિક વિજ્ઞાનમાં બી.એની પરીક્ષા પાસ કર્યા બાદ જગદીશચંદ્ર પરદેશ જઈ ડોક્ટર બનવા માગતા હતા, પરંતુ દેશભક્ત પિતાએ બેકારોને રોજગારી આપવા માટે સેવા પ્રવૃત્તિ કરી એમાં દેવું થઈ ગયું. જગદીશચંદ્રએ દેવું ભરપાઈ કરવા માટે સરકારમાં મોટા હોદ્દાની પરીક્ષા આપીને નોકરી કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ માતાએ ઘરેણાં વેચીને દીકરાને પરદેશ મોકલ્યો. ત્યાં ચાર વર્ષ રહીને ઈ.સ.૧૮૮૪માં જગદીશચંદ્ર નૈર્સિગક વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી લઈને લંડનથી ભારત પાછા ફર્યા.આથી વિધાર્થીઓમાં વિજ્ઞાનમાં રસ પણ ખૂબ કેળવાયો. તેમના અધિકારીઓ પણ તેમની આવડતથી ખૂશ થયા. ભારતમાં અંગ્રેજોએ સ્થાપેલી ઇમ્પિરિયલ શિક્ષણ સેવામાં અધ્યાપક બનનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ભારતીય હોવાથી તેમને અડધો પગાર મળતો હતો. બોઝે તેના વિરોધમાં ૧૦ વરસ સુધી લડત આપીને પૂરો પગાર મેળવ્યો અને પિતાનું દેવું ઉતાર્યું. તેમણે ઈ.સ.૧૮૯૫માં વીજળીક કિરણોની શોધ કરી.

                        જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમમાં જીવ છે એ સાબિત કરીને એવાં યંત્રો બનાવ્યાં હતા જે વૃક્ષના એક ઇંચના લાખમાં ભાગ જેટલી વૃદ્ધિને પણ જાણી શકતાં હતાં. આ સંશોધન શરીર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કૃષિ અને ચિકિત્સા શાસ્ત્રમાં ખૂબ જ કામ લાગ્યું છે. આ યંત્રનું નામ   ‘ Groth of Balance by inclined plane’  હતું. લંડનની રોયલ સોસાયટી તેના નિયમ મુજબ એક મહાનુભાવને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપે છે, પરંતુ જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમને આ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા હતા. બ્રિટીશ સરકારે તેમને ‘કમાંડર ઓફ ધ ઇન્ડિયન અમ્પાયર’ તથા ‘નાઇટ’ની ઉપાધીથી નવાજ્યા હતા.તેમણે આખું જીવન સંશોધન પાછળ ગાળ્યું હતું. વનસ્પતિમાં સજીવ છે કે નિર્જીવ તેનું સંશોધન કરવાનું પણ તેમણે શરૂ કર્યું. અને અંતે તેમણે નક્કી કર્યું કે વનસ્પતિ સજીવ છે. વનસ્પતિ મનુષ્યની માફક દરેક ક્રિયા કરે છે ને લાગણી પણ અનુભવે છે-એવી શોધ જગદીશચંદ્રએ કરી. આ સાબિત કરવા માટે તેમણે  એક યંત્ર બનાવ્યું જેનું નામ ‘ રેઝન્ટ રેકોર્ડર ‘ હતું. ઈ.સ.૧૯૨૯માં સર જગદીશચંદ્ર બોઝનો ‘ હીરક મહોત્સવ ‘ ઉજવાયો હતો. તેમનું ૨૨મી નવેમ્બર૧૯૩૭ના દિવસે અવસાન થયું.

 

 

પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રી

 

ક્રમ રાજ્યનું નામ મુખ્યમંત્રીનુંનામ રાજ્યપાલનું નામ
ઉત્તરપ્રદેશ સુચિતા કૃપલાણી ( ૧૯૬૩) સરોજીની નાયડુ (૧૯૪૭)
મહારાષ્ટ્ર   વિજયાલક્ષ્મી પંડિત (૧૯૬૨)
બિહાર રાબડી દેવી (૧૯૯૭)  
પ.બંગાળ મમતા બેનરજી (૨૦૧૧) પદ્મમાલા નાયડુ (૧૯૫૬)
આંધ્રપ્રદેશ   શારદા મુખરજી (૧૯૭૭)
તમિલનાડુ જાનકી રામચન્દ્રન (૧૯૮૮) ફાતિમા દેવી (૧૯૯૭)
મધ્યપ્રદેશ ઉમા ભારતી (૨૦૦૩) સરલા ગ્રેવાલ(૧૯૮૯)
રાજસ્થાન વસુંધરા રાજે (૨૦૦૩) પ્રતિભા પાટીલ (૨૦૦૪)
કર્ણાટક   રમાદેવી (૧૯૯૯)
૧૦ ઓરિસ્સા નંદીની સપ્તપદી (૧૯૭૨)  
૧૧ કેરલ   જ્યોતિ વેંકટાચલમ(૧૯૮૨)
૧૨ આસામ રવેદા અનવર તૈમુર (૧૯૮૦)  
૧૩ હિમાચલ પ્રદેશ   શૈલા કૌલ (૧૯૯૫)
૧૪ ગુજરાત આનંદીબેન પટેલ (૨૦૧૪) શારદા મુખરજી  (૧૯૮૩)
૧૫ ગોવા શશીકલા કોડકર (૧૯૭૩)  
૧૬ પંજાબ રાજેન્દ્ર કૌર (૧૯૯૬)  
૧૭ ત્રિપુરા    
૧૮ દિલ્લી સુષ્મા સ્વરાજ (૧૯૯૮)  
૧૯ પોંડિચેરી   ચંદ્રાવતી (૧૯૯૦)
૨૦ ઉત્તરાખંડ   માર્ગારેટ આલ્વા (૨૦૦૯)
૨૧ ઝારખંડ   મુર્મુ દ્રોપદી (૨૦૧૫)
૨૨ જમ્મુ કાશ્મીર  મહેબુબા મુફ્તી   
 

 

ગુજરાત

ગુજરાત

ગુજરાત

गुजरात/Gujarat

—  રાજ્ય  —

ગુજરાત રાજ્યની ઝલક

એશિયાઇ સિંહ, ગાંધીજી, સરદાર સરોવર યોજના, અક્ષરધામ, સોમનાથ મંદિર, ગુજરાતના ગરબા

ગાંધીનગર

ભારતમાં ગુજરાત રાજ્યનું સ્થાન

અક્ષાંશ-રેખાંશ

24°32′N 73°25′E

દેશ  ભારત
જિલ્લા(ઓ) ૩૩
સ્થાપના મે ૧, ૧૯૬૦
મુખ્ય મથક ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી
મુખ્ય મંત્રી વિજય રૂપાણી
વિધાનમંડળ(બેઠકો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી

• ગીચતા

૬,૦૩,૮૩,૬૨૮ (૧૦) (૨૦૧૧)

• 308/km2 (798/sq mi)

લિંગ પ્રમાણ ૧,૦૮૬ /
માનવ વિકાસ દર (૨૦૧૧) ૦.૫૨૭ (મધ્યમ) (૧૧)
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૭૯.૩૧% (૧૨)

• ૮૭.૨૩%
• ૭૦.૭૩%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય(+૦૫:૩૦)
વિસ્તાર

• દરિયાકિનારો

 

• 1,600 kilometres (990 mi)

આબોહવા

• વરસાદ

 

•      932 mm (36.7 in)

ISO 3166-2 IN-GJ
વેબસાઇટ ગુજરાત સરકારનું અધિકૃત વેબસાઇટ

ગુજરાત સરકારની મહોર

 

ગુજરાતના રાજ્યચિન્હો
ભાષા ગુજરાતી
ગીત જય જય ગરવી ગુજરાત[૧]
નૃત્ય ગરબા
પ્રાણી સિંહ
પક્ષી સુરખાબ (ફ્લેમિંગો)
ફૂલ ગલગોટો
ફળ કેરી
વૃક્ષ વડ


ગુજરાત
 :- (English: Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.[૨][૩][૪][૫] ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ(પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.[૬] ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષ ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે – મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.[૭] ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે – ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૮] સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.[૯]

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતનાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.[૧૦] ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.

ઇતિહાસ

પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત

પ્રાચીન લોથલ બંદર (હાલમાં)

ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક

લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે.[૧૨] પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરેગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવદાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છસૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલનથકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.

ભૂગોળ

ગીરનાર પર્વત

નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૧૩] આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.

ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.

ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.[૧૪]

પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે[૧૫]. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓ

ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે.

શહેરો

અમદાવાદ

વડોદરા

સુરત

રાજકોટ

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદગાંધીનગરઅમરેલીવડોદરાસુરતરાજકોટભાવનગરજામનગરઆણંદનડીઆદપોરબંદરજૂનાગઢપાટણભુજભરૂચનવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલીટીન સીટી માં થાય છે[૧૬].

કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે – બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યબરડા અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્યજેસોર રીંછ અભયારણ્યકચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણનળ સરોવરનારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

નદીઓ

સરદાર સરોવર યોજના

સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે.

વસતી

સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે.

રાજકારણ

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું.

૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું, પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી હતી. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં.[૧૭] ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ગુજરાતના ૧૬મ મુખ્યમંત્રી બન્યા.

અર્થતંત્ર

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે[૧૮]. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસમગફળીખજૂરશેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસમગફળીખજૂરશેરડી અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે.[૧૯] કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.[૨૦]

હઝીરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર

રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.

શૈક્ષિણક સંસ્થાનો

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ના હવાલામાં આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ યુનિવર્સિટીઓ અને ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે.

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.

વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી. આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. મુંબઈ દ્વારા ચલાવવામાં આવે છે.[૨૧] આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.

મુખ્ય પ્રવેશદ્વાર SVNIT, સુરત

સેપ્ટ યુનિવર્સીટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી (DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી (PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય (LDCE) અને નિરમા યુનીવર્સીટી (NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.

સંસ્કૃતિ

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામજૈનપારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશબિહારમધ્ય પ્રદેશઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતી ભોજન

ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત – આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

ગુજરાતી ભાષા

ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.

આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

કળા

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ – લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

હસ્તકળા

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.

  • ભરતગુંથણ કામ
  • માટીકામ
  • બાંધણી
  • કાષ્ટકામ
  • પટોળા
  • જરીકામ
  • ઘરેણા
  • બીડ વર્ક

સાહિત્ય

ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે.

સંગીત અને નૃત્ય

ગુજરાતના પ્રખ્યાત ગરબા

ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય, માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે.

સિનેમા

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમારબિંદુઆશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયાપરેશ રાવલદિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.

તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે:

  • નવરાત્રી
  • દિવાળી
  • ધુળેટી
  • ઉત્તરાયણ
  • જન્માષ્ટમી
  • શિવરાત્રી

મેળાઓ

તરણેતરનો મેળો

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે.[૨૨].

ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

  • ભવનાથ મહાદેવનો મેળો
  • વૌઠાનો મેળો
  • ચિત્ર-વિચિત્ર મેળો
  • મોઢેરા – નૃત્ય મહોત્સવ
  • ડાંગ – દરબાર મેળો
  • કચ્છ રણ ઉત્સવ
  • ધ્રાંગ મેળો
  • અંબાજી પૂનમનો મેળો
  • તરણેતરનો મેળો(ત્રિનેતેશ્વર મહાદેવનો મેળો)
  • શામળાજીનો મેળો

ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

પરિવહન

હવાઈ પરિવહન

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ

ભાવનગર હવાઇમથક

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.[૨૩]

આંતરરાષ્ટ્રીય હવાઈમથક

  • સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક(અમદાવાદ) – અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે.

પ્રાદેશિક હવાઈમથક

  • સુરત હવાઈમથક– મગદલ્લા રોડ પર આવેલ છે.
  • ભાવનગર હવાઈમથક– ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.
  • ડીસા હવાઇ મથક– ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.
  • કંડલા હવાઈમથક(ગાંધીગ્રામ) – કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.
  • કેશોદ હવાઈમથક(જુનાગઢ) – જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.
  • પોરબંદર હવાઈમથક– પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.
  • રાજકોટ હવાઈમથક– રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.
  • વડોદરા હવાઈમથક– સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).

ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક

  • ભુજ હવાઈમથક– આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
  • જામનગર હવાઈમથક– જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
  • નલિયાહવાઈદળ મથક – આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.

રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક

  • મહેસાણા હવાઈમથક– મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
  • માંડવી હવાઈમથક
  • અમરેલી હવાઈમથક – તાલીમ માટેની હવાઈ પટ્ટી

ભવિષ્યના હવાઈમથક

  • ઝાલાવાડ હવાઈમથક– સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક
  • ફેદરા (અમદાવાદ) – ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક
  • અંબાજી (દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક
  • પાલીતાણા[૨૪]
  • દ્વારકા[૨૩]

રેલ્વે પરિવહન

 

ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ –દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનસુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ – ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

દરિયાઈ પરિવહન

ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદરમગદલ્લા બંદરપીપાવાવ બંદરપોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

રોડ પરિવહન

અમદાવાદની શહેરી બસ

ઓટોરિક્ષા

સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.

  • અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.

સૌથી મોટુ

  • જિલ્લો (વિસ્તાર):કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો. કિમી[૨૫]
  • જિલ્લો (વસતી):અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૬]
  • પુલઃગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  • મહેલઃલક્ષ્મી વિલાસ પેલેસવડોદરા
  • ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  • ડેરી:અમૂલ ડેરી, આણંદ

અમુલ ડેરીઆણંદ

  • મોટી નદી:નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
  • લાંબી નદી:સાબરમતી, ૩૨૦ કિ.મી.
  • યુનિવર્સીટી:ગુજરાત યુનિવર્સિટી
  • સિંચાઇ યૉજના:સરદાર સરોવર બંધ

સરદાર સરોવર ડેમ

  • બંદર:કંડલા બંદર
  • હૉસ્પિટલઃસિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  • શહેરઃઅમદાવાદ
  • રેલવે સ્ટેશન: અમદાવાદ
  • સરોવરઃનળ સરોવર (૧૮૬ ચો.કિમી)[૨૭]
  • સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  • પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  • દરિયાકિનારો:કચ્છ, ૪૦૬ કિ.મિ.
  • ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય), ગિરનાર, ઊંચાઈ ૧,૧૭૨ મીટર[૨૮]
  • વધુ મંદિરો વાળુ શહેરઃપાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૯]
  • મોટી પ્રકાશન સંસ્થા:નવનીત પ્રકાશન
  • મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
  • ખેત ઉત્પાદન બજારઃઊંઝામહેસાણા જિલ્લો

ગુજરાતના જોવાલાયક સ્થળો

ધાર્મિક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી આપને અહીં જોવા મળશે.

  1. સોમનાથ
  2. શામળાજી
  3. કનકાઈ-ગીર
  4. પાલીતાણા
  5. ડાકોર
  6. પાવાગઢ
  7. દ્વારકા
  8. અંબાજી
  9. બહુચરાજી
  10. સાળંગપુર
  11. ગઢડા
  12. વડતાલ
  13. નારેશ્વર
  14. ઉત્કંઠેશ્વર
  15. સતાધાર
  16. પરબધામ
  17. ચોટીલા
  18. વીરપુર
  19. તુલસીશ્યામ
  20. સપ્તેશ્વર
  21. અક્ષરધામગાંધીનગર
  22. બગદાણા
  23. ગિરનાર
  24. તરણેતર
  25. સંતરામ મંદિર, નડીઆદ
  26. કબીરવડભરુચ
  27. માટેલ, તા.મોરબી
  28. રુદ્રમહાલય (સિદ્ધપુર)

પર્યટન સ્થળો

  1. દીવ
  2. તુલસીશ્યામ
  3. દમણ
  4. સાપુતારા

રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો

એશીયાઇ સિંહ

ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યોની યાદી નીચે મુજબ છે.

રાષ્ટ્રિય ઉદ્યાનો

  1. ગીર રાષ્ટ્રિય ઉદ્યાન,જુનાગઢ
  2. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી
  3. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
  4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર

અભયારણ્યો

  1. નળ સરોવર પક્ષી અભયારણ્યઅમદાવાદ
  2. બરડા વન્યજીવ અભયારણ્યપોરબંદર
  3. ગીર અભયારણ્યજુનાગઢ
  4. જેસોર રીંછ અભયારણ્યબનાસકાંઠા
  5. વેળાવદર કાળિયાર અભયારણ્યભાવનગર
  6. ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યગાંધીનગર
  7. થોળ પક્ષી અભયારણ્યમહેસાણા
  8. જાંબુઘોડા અભયારણ્યપંચમહાલ
  9. રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યદાહોદ
  10. પાણીયા અભયારણ્યઅમરેલી
  11. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યરાજકોટ
  12. ગાગા અભયારણ્યજામનગર
  13. ખીજડીયા અભયારણ્યજામનગર
  14. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યકચ્છ
  15. કચ્છ ઘોરાડ અભયારણ્યકચ્છ
  16. મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્યઅમરેલી

ઔદ્યોગિક કેન્દ્રો

  1. કચ્છ
  2. અમદાવાદ
  3. અંકલેશ્વર
  4. ભરુચ
  5. દહેજ
  6. સુરત
  7. રાજકોટ
  8. વડોદરા
  9. વાપી
  10. જામનગર
  11. હજીરા
  12. અલંગ

પુરાતત્વીક સ્થળો

  1. લોથલ
  2. હાથબ
  3. ધોળાવીરા
  4. ઘુમલી

ગુજરાતી વર્તમાનપત્રો

  • ગુજરાત સમાચાર
  • સંદેશ
  • ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ
  • દિવ્ય ભાસ્કરદૈનીક
  • કચ્છમિત્ર
  • અકિલા
  • ફુલછાબ
  • અવધ ટાઇમ્સ દૈનીક
  • મુંબઇ સમાચાર

ગુજરાતી સામયિકો

  • સફારી– સામાન્ય જ્ઞાનનું મેગેઝિન
  • જનકલ્યાણ– જીવનવિકાસલક્ષી સામયિક
  • શક્તિ દર્શનમ્– ધર્મપ્રેમી વાચકો માટેનું સામયિક